‘કુછ કુછ હોતા હૈ’ ની અંજલિ ઘણી બદલાઈ ગઈ છે, ક્યૂટ નાની છોકરી હવે લાગે છે ખુબ જ સુંદર, જુઓ તસવીરો..

‘કુછ કુછ હોતા હૈ’ ની અંજલિ ઘણી બદલાઈ ગઈ છે, ક્યૂટ નાની છોકરી હવે લાગે છે ખુબ જ સુંદર, જુઓ તસવીરો..

અભિનેત્રી સના સઈદે કુછ કુછ હોતા હૈ ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 1998 માં રિલીઝ થઈ હતી, જે એક બ્લોકબસ્ટર સાબિત થઈ. સનાએ કરણ જોહરની સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં શાહરૂખની પુત્રી અંજલિનું પાત્ર કર્યું હતું. ફિલ્મમાં સના સઈદ શાહરૂખ ખાન અને રાની મુખર્જીની પુત્રી હતી. આ પાત્રએ સના સઈદને સ્ટાર બનાવી દીધી.

આટલું જ નહીં બાળપણમાં ‘કુછ કુછ હોતા હૈ’ થી કારકિર્દી ની શરૂઆત કરનારી સના સઈદે ‘હર દિલ જો પ્યાર કરેગા ‘અને’ બાદલ’માં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. મોટા પડદાની સાથે નાના પડદા પર પણ સનાએ હાથ અજમાવ્યો છે. બીજી બાજુ સનાને ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં સારી ઓળખ મળી. વર્ષ 1998 માં આ ફિલ્મમાં સનાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

 

સનાનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇમાં થયો હતો. સના મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. તેનો જન્મ યુનાઇટેડ કિંગડમના લીડ્સમાં થયો છે, પરંતુ હવે તે મુંબઇમાં રહે છે. સના સઈદની બે બહેનો પણ છે. તેની બંને બહેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ઝગમગાટથી સંપૂર્ણપણે દૂર રહે છે.

થોડા દિવસો પહેલા જ સના સઈદ ઉપર દુઃખો નો તૂટી પડ્યો હતો. અભિનેત્રીના પિતાનું 22 માર્ચે ના રોજ અવસાન થયું હતું. તે દિવસે ભારતમાં કર્ફ્યુ હતું, પરંતુ સના આ દિવસે યુ.એસ. હતી અને લોકડાઉનને કારણે તે ભારત આવી શકી ન હતી અને છેલ્લી વખત તેના પિતાને પણ મળી શકી ન હતી.

સના ફિલ્મોની સાથે સાથે ટીવી શો પર પણ ખૂબ સક્રિય રહી છે. 2008 માં ટીવી શો ‘બાબુલ કા આંગન છુટે ના’ અને ‘લો હો ગયી પૂજા ઇસ ઘર કી’ જોવા મળી હતી. તે ઘણાં રિયાલિટી શો ‘નચ બલિયે 7’, ‘ઝલક દિખલા જા 6’, ‘ઝલક દિખલા જા 7’ અને ‘ઝલક દિખના જા 9’ માં કામ કર્યું છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણી વાર સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *