એક બેરોજગાર મહિલા એ સોનુ સુદ ને મરી જવાની વાત કરી તો એક્ટર એ આપ્યો એવો જવાબ કે લોકો ના દિલ જીતી લીધા

એક બેરોજગાર મહિલા એ સોનુ સુદ ને મરી જવાની વાત કરી તો એક્ટર એ આપ્યો એવો જવાબ કે લોકો ના દિલ જીતી લીધા

બોલીવુડ ના દરિયાદિલ અભિનેતા સોનુ સૂદ હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ દરમિયાન ગરીબ મજૂરોનો મસીહા બની ગયો છે. તમને જણાવી દઈએ કે, સોનુ લગભગ 15 હજારથી વધુ લોકોને પોતાના ખર્ચે તેના ઘરે પહોંચાડી ચૂક્યો છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર લોકોના પ્રશ્ન ના જવાબ આપવા તથા લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ હોય છે.

તાજેતરમાં એક મહિલાએ દરિયાદિલ ઇન્સાન સોનુ સૂદને ટ્વિટ કરીને પોતાની નોકરી માટે રેક્યુએસ્ટ કરી હતી. મહિલાએ ટ્વિટ ના માધ્યમથી લખ્યું હતું કે હું તમારી પાસે મદદ માંગું છું. આ કપરા સમયે મને નોકરી કોણ આપી શકે? આ ઉપરાંત તેણે કહ્યું હતું, હું અને મારા પતિ બંને હાલમાં બેરોજગાર છે. પરિસ્થિતિ એવી ગંભીર છે કે જો હું હાલમાં કમાણી નહીં કરું તો ઇએમઆઈ નહીં ભરી શકું, તો મારે કેટલાક ખરાબ નિર્ણય લેવા પડશે. મારે મરવું નથી મહેરબાની કરી ને મને મદદ કરો.

જ્યારે આ ટ્વીટ પર સોનુ સૂદની નજર પડી, ત્યારે સોનુએ જવાબથી બધાનું દિલ જીતી લીધું.

સોનુ સૂદે મહિલાને જવાબ આપતા કહ્યું હતું કે, સૌથી પહેલા તો તમે બહાદુર બનો જેથી ગમે તે સમયે મુસીબતનો સામનો કરી શકો. તેણે કહ્યું હતું કે, એવી કોઈ પણ વસ્તુ નથી જે મેળવી ના શકાઈ. એક માત્ર વસ્તુ એ છે કે તેને શાંતિપૂર્ણ રીતે કરવાની જરૂર છે અને બધું ઠીક થશે. તમારું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. ખાસ કરીને તમારા પરિવાર માટે. તમારા પરિવારને તમારી જરૂરત છે. જલ્દીથી તમારો સંપર્ક કરવામાં આવશે.

જો કે આ વસ્તુ પહેલી વાર નથી લોકોએ તેની પાસે મદદ માંગી હોય, આ અગાઉ પણ એક વ્યક્તિએ ટ્વિટર પર ઓસ્ટ્રેલિયામાં તેના મિત્ર ને મદદની જરૂર હતી.


આ વ્યક્તિએ સોનુ સૂદ ને કહ્યું હતું કે તેના મિત્ર ના પિતા ઓસ્ટ્રેલિયામાં અવસાન થયું છે. તેને ઓસ્ટ્રેલિયા થી ભારત લાવવાના છે. તમે અમને સહાય કરશો. સોનુ સૂદે મહિલાને જવાબ આપતા કહ્યું હતું કે, તમારા મિત્ર ના પિતા નું અવસાન થયું મને દુઃખ થયું. હાથ જોડીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશ. કૃપા કરીને તમારા મિત્રની સંપૂર્ણ માહિતી મને શેર કરો. હું બંને એટલી જલ્દી તમામ મદદ કરીશ. જેથી હું તેને પરિવારને મોકલી શકું.

હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ દરમિયાન ગરીબ લોકોની મદદ માટે હંમેશા આગળ આવતો હતો. પહેલા બસ દ્વારા પછી ટ્રેન દ્વારા અને પછીથી ફ્લાઇટમાં પણ બધા લોકોને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતા. સોનુ સૂદ ખબજ સરસ કામ કરે છે લોકોનું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *