રોજ સવારે સ્નાન કરતી વખતે 5 વાર આ મંત્રનો જાપ કરો, બધી પરેશાનીઓ થઇ જશે છૂ-મંતર..

રોજ સવારે સ્નાન કરતી વખતે 5 વાર આ મંત્રનો જાપ કરો, બધી પરેશાનીઓ થઇ જશે છૂ-મંતર..

હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર માનવ શરીર પાંચ તત્વો (હવા, અગ્નિ, પૃથ્વી, જળ અને આકાશ) થી બનેલું છે. આ બધા તત્વોમાં સૌથી મહત્વપૂર્ણ તત્વ પાણી છે. પાણી વિના જીવન શક્ય નથી, તેથી શાસ્ત્રમાં પણ પાણીને સૌથી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પાણીની જરૂરિયાત આપણને દરેક વસ્તુમાં નિત્યક્રમ, સ્નાન, ધ્યાન, ખોરાકમાં પડે છે.

હિન્દુ ધર્મમાં એવી કોઈ પણ પૂજા નથી, જે પાણી વિના શક્ય બને. હિન્દુ ધર્મમાં દરેક પૂજા-પાઠ માં લોટામાં પાણી રાખવામાં આવે છે. પૂજા દરમિયાન લોટામાં પાણી ન હોવું અશુભ માનવામાં આવે છે. ઘર્મગ્રંથો અને શાસ્ત્રો અનુસાર વરુણ દેવ જળના સ્વામી છે. આમ તો પ્રથમ પૂજ્ય શ્રીગણેશજીને પણ પાણીના ભગવાન પણ કહેવામાં આવે છે.

આવી સ્થિતિમાં, જો તમે વરુણ દેવ અને શ્રીગણેશને ખુશ રાખવા માંગતા હો, તો તમારે પાણીને લગતા કેટલાક ઉપાયો જરૂર કરવા જોઈએ. આ ઉપાયો બીજા કોઈને નહીં પણ જ્યોતિષીઓએ જણાવ્યા છે. તો ચાલો આપણે જાણીએ આ ઉપાય ક્યાં છે.

રોજ સવારે સ્નાન કરતા પહેલા નીચે આપેલા મંત્ર 5 વખત જરૂર વાંચો. આ મંત્રનો જાપ કરવાથી વરુણ દેવતા ખુશ રહે છે, તેમજ તમારું શરીર સ્વસ્થ રહે છે. અને તમારી બધી કમનસીબી દૂર થઈ જાય છે.

मंत्र – ऊं ह्रों वरुण देवताय नम:

પીપળાના ઝાડને પાણી ચઢાવો અને શનિદોષ દૂર કરો

જો તમે શનિ સાથે સંકળાયેલ દોષ તમારા જીવનમાંથી દૂર કરવા માંગતા હો, તો તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં સરસવના તેલના થોડા ટીપા ઉમેરી તેમાં વાદળી ફૂલો પણ ઉમેરો. આ પછી પીપળાના ઝાડ પર આ પાણી ચઢાવો. આ ઉપાયથી શનિ દોષ દૂર થાય છે, તેમજ પરેશાનીઓથી પણ રાહત મળે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

જળ ચઢાવીને માંગલિક દોષ દૂર કરો

જો તમે માંગલિક છો, તો એક લોટામાં પાણી ભરો અને તેમાં ચંદન, તુલસી, દૂધ અને મધ મિક્સ કરો. હવે તેને કોઈ પણ ફળના ઝાડ પર ચઢાવો. આ કરવાથી મંગલ દોષોમાં ઘટાડો થાય છે અને પરેશાનીઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અને ઘર્મગ્રંથો ના પંડિતો અનુસાર શિવલિંગ પર ચઢાવામાં આવેલા પાણીનો છંટકાવ તમારા શરીર પર કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. આ સિવાય રાહુ અને કેતુ સાથે સંકળાયેલ દોષો પણ દૂર થાય છે. નિષ્ણાતો કહે છે કે શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગને જળ ચઢાવો અને ત્યારબાદ ચઢાવેલું જળ તમારા શરીર પર થોડું છંટકાવ કરો. આનાથી ઘણા લાભ થાય છે.

હિન્દુ ઘર્મગ્રંથો અનુસાર દરેક વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચઢાવું જોઈએ. કારણ કે ભગવાન સૂર્યને કારણે જ આપણું જીવન પ્રકાશમય થાય છે, તેથી તેઓને જળ અવશ્ય ચઢાવવું જ જોઇએ. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી ચહેરાનું તેજ વધે છે અને આત્મવિશ્વાસ વધારો થાય  છે. આત્મવિશ્વાસ વધવાથી જીવનમાં સફળતા પણ મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *