મંગળવારે પીપળાના ઝાડની નીચે બોલો આ હનુમાન મંત્ર, મોટામાં મોટું સંકટ થશે દૂર..

મંગળવારે પીપળાના ઝાડની નીચે બોલો આ હનુમાન મંત્ર, મોટામાં મોટું સંકટ થશે દૂર..

આજના સમયમાં દરેકના જીંદગીમાં કોઈ ના કોઈ સંકટતો જોવા જમણે છે. દરેકના જીવનમાં પરેશાનીઓ આવે છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ સમય સમય પર આવે છે અને જાય છે. કેટલીક સમસ્યાઓ નાની હોય છે અને કેટલીક સમસ્યાઓ ખૂબ મોટી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ વિશેષ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો અને તેનો નિરાકરણ શોધવામાં અસમર્થ છો, તો તમે યોગ્ય સ્થળે આવી ગયા છો.

આજે અમે તમને એવા 8 હનુમાનજી ના મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ. જેમની ખાસ રીતથી જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. હનુમાનજી ને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે એક એવા દેવતા જે તમારા બધા સંકટોને દૂર કરે છે. આ કારણથી જ  ઘણા લોકો તેમની પૂજા કરે છે.

શું કરવું પડશે?

આ ઉપાય મુજબ, તમારે અમારી બતાવેલી વિધિ અનુસાર મંગળવારે પીપળાના ઝાડ નીચે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો પડશે. આ મા તમે મંગળવારે વહેલી સવારે સ્નાન કરી લો. હવે લાલ, પીળા કે નારંગી રંગના કપડાં પહેરી લો. ત્યારપછી પીપળના ઝાડ પાસે તમારી સાથે હનુમાનજીની એક નાની પ્રતિમા અથવા તસવીર લઈ જાવ. અહીં લાલ કપડું પાથરી તેમાં હનુમાન જીની સ્થાપના કરો.

હવે તેમની સામે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો. સાથે જ 4 અગરબત્તી કરો. હવે એક પીપળાનું પાન લો અને તેના પર  કેસરી રંગના સિંદૂરથી તમારી બધી સમસ્યાઓ લખો. આ પછી આ પાન હનુમાનજી ના ચરણોમાં મૂકી દો. હવે નીચે આપેલા બધા મંત્રોનો 3 વાર જાપ કરો. આ કુલ 8 મંત્ર છે, એટલે કે તમારે કુલ મળીને 24 વાર મંત્રોનો જાપ કરવાના છે. આ મંત્રો આ પ્રકારે છે.

पहला मंत्र- ॐ तेजसे नम:

दूसरा मंत्र- ॐ प्रसन्नात्मने नम:

तीसरा मंत्र- ॐ शूराय नम:

चौथा मंत्र- ॐ शान्ताय नम:

पांचवां मंत्र- ॐ मारुतात्मजाय नमः

छठा मंत्र- ऊं हं हनुमते नम:

सात्व मंत्र- ॐ मारकाय नमः

आंठवा मंत्र- ॐ पिंगाक्षाय नमः

મંત્રનો પૂર્ણ થયા પછી હનુમાનજીની આરતી અવશ્ય કરો. હવે તેમની સામે માથું ટેકાવીને ભૂલ ચૂક માફ કરવાની વિનંતી કરો. છેલ્લે પીપળાના પાન પર તમારી સમસ્યા લખેલી હતી તેને ઝાડની નીચે જમીનમાં દાટી દો. હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે ઘરે લઈ જાવ. ઘરે આવ્યા પછી સાંજે હનુમાનજીની સામાન્ય પૂજા પણ કરો. આ દિવસે હનુમાન ચાલીસા પાઠ કરવાનું ભૂલશો નહીં.

તમે તેને મંત્રો પછી  પીપળના ઝાડની નીચે સવારે વાંચી શકો છો અથવા તે સાંજે ઘરે આવ્યા પછી વાંચી શકો છો. હનુમાનજીના નામનું વ્રત પણ જરૂર રાખો. બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનું નોન-વેજ ખાવાનું નથી. આ ઉપરાંત, વ્યક્તિએ નશો કરવાનું પણ ટાળવું જોઈએ. જો તમે તેનું સેવન કરો છો, તો આ ઉપાય અસમર્થ થશેઅર્થાત સફળ નહીં થાય.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *