મંગળવારે કરો આ આસાન ઉપાય, હનુમાનજી દરેક સંકટથી બચાવશે

મંગળવારે કરો આ આસાન ઉપાય, હનુમાનજી દરેક સંકટથી બચાવશે

ધાર્મિક માન્યતા પ્રમાણે હનુમાનજી ને શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. હનુમાનજી શક્તિ, બુદ્ધિ અને શાંતિનો દેવ કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્તો સાચી શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તી કરે છે. તો તેના દરેક સંકટ દૂર થાય છે.

મંગળવારના ઉપાય
દરરોજ હનુમાનજી ની પૂજા કરો અને તેને ફળો અર્પિત કરો.
શાસ્ત્રો પ્રમાણે, આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે તમારે રામાયણ અથવા શ્રી રામ ચરિત્ર માનસ નો પાઠ કરવો જોઈએ.
દરરોજ રાત્રે હનુમાનજી ની સામે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને ત્યાર બાદ હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. તેનાથી પૈસાથી સંબંધિત મુશ્કેલીઓને દૂર થાય છે.

ઇચ્છાઓ પૂરી કરવા માટે
તમારે મંગળવાર અથવા તો શનિવારે ભગવાન હનુમાનજી ને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો, તેનાથી તમારી બધી અધૂરી ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થશે.
દુઃખ અને વિપત્તિઓ દૂર કરવા માટે
મંગળવાર અથવા શનિવારે હનુમાનજી ની ઉપાસના કરો છો, તો તમારા જીવનમાંથી દુઃખો અને વિપત્તિઓ દૂર થાય છે.

મંગળવાર અથવા શનિવારે હનુમાનજી ના મંદિરે જાવ અને 11 કાળા અડદ ના દાણા, ચમેલીનું તેલ, ફળ, પ્રસાદ અને સિંદૂર અર્પિત કરો. ત્યાર પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
બધા સંકટો નિવારણ માટે
40 દિવસ સુધી દરરોજ મૂંગા માળા સાથે ચોપાઈ ના જાપ 10 માળા લાલ કલરના આસાન પર બેસીને કરવી જોઈએ.

હનુમાનજી ને લાડુ, ચમેલીનું તેલ, કેસર સિંદૂર અર્પિત કરો. જો તમે આ દરમિયાન મંગળવારે વ્રત કરો છો તો હનુમાનજી તમારા જીવનના બધા સંકટો દૂર કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *