આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી મળે છે ઘણા પ્રકારના લાભ, જાણો શા માટે પહેરવી જોઈએ આ વીંટી..

આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી મળે છે ઘણા પ્રકારના લાભ, જાણો શા માટે પહેરવી જોઈએ આ વીંટી..

વ્યક્તિના જીવનમાં સાડાસાતીના પ્રભાવના પડવાથી માણસનો ખરાબ સમય શરૂ થાય છે. ઘણીવાર સાડાસાતીના પ્રભાવ ના કારણે વ્યક્તિ બીમાર પણ પડે છે, તે પૈસા ગુમાવવાનું પણ શરૂ કરે છે અને તેના ઘરમાં હંમેશા ઝઘડો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, હાથમાં લોખંડની વીંટી પહેરવાથી સાડાસાતીના દોષથી બચી શકાય છે. જે લોકો લોખંડની બનેલી વીંટી પહેરે છે, તેઓ સાડાસાતી ના પ્રકોપથી બચી જાય છે. તેથી, જો તમારી કુંડળીમાં શનિદેવનો ખરાબ પ્રભાવ છે અને તમારા પર સાડાસાતીની અસર છે તો તમારે લોખંડની વીંટી પહેરવી જ જોઈએ.

લોખંડની વીંટી કોણ પહેરી શકે

ફક્ત તે જ લોકો જે લોકોની કુંડળીમાં શનિનો ખરાબ પ્રકોપ રહેલો છે તેઓએ લોખંડની વીંટી પહેરી શકે. તે લોકો ભૂલથી પણ આ વીંટી ધારણ ન કરે જેની કુંડળીમાં શનિ ગ્રહ સારા ફળ આપી રહ્યા છે અને જે લોકોની કુંડળીમાં સૂર્ય, શુક્ર અને બુધ સારા સ્થાન પર બિરાજમાન છે.

ક્યારે પહેરવી જોઈએ લોખંડની વીંટી

લોખંડની વીંટી પહેરવા માટે ઉત્તમ દિવસ શનિવાર છે. શનિવારે તમે આ વીંટીને પહેલા ગંગા જળમાં ડુબાડી દો અને સૂર્યાસ્ત થતાંની સાથે જ તમે આ વીંટીને ગંગા જળમાંથી બહાર કાઢીને પહેરી લો. આ વીંટીને પહેરવા માટે સૌથી યોગ્ય નક્ષત્ર પુષ્ય, અનુરાધા, ઉત્તર અને ભાદ્રપદ છે.

લોખંડની વીંટી પહેરવાથી શું લાભ થાય છે

લોખંડની વીંટી પહેરવાથી શનિ, રાહુ અને કેતુના દુષ્પ્ર પ્રભાવોથી બચી શકાય છે. આ સાથે જીવનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. તેથી જે લોકોના જીવનમાં શનિ, રાહુ અને કેતુ તકલીફો ઉભી કરી રહ્યા છે, તેઓએ આ વીંટી પહેરવી જ જોઈએ.

કઈ આંગળીમાં પહેરવી જોઈએ

લોખંડની વીંટી હંમેશા જમણા હાથની વચલી આંગળીમાં પહેરવી જોઈએ. તમને જાણવી દઈએ કે આ આંગળીનો સંબંધ શનિદેવ સાથે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જેના કારણે આ આંગળી આ વીંટી પહેરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જ્યોતિષની સલાહ અનુસાર જ પહેરો

લોખંડની વીંટી પહેરતા પહેલા તમારે કોઈ પણ જ્યોતિષને તમારી કુંડળી અવશ્ય બતાવવી જોઈએ અને આ વીંટી ફક્ત જ્યોતિષના કહેવા પર જ પહેરવી જોઈએ. કારણ કે જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ અને કેતુની ખરાબ અસર નથી, તેઓ આ વીંટી પહેરે તો તેના જીવનમાં ખરાબ અસર થવા લાગશે.

વારંવાર આંગળીમાંથી કાઢો નહીં

આ વીંટીને પહેર્યા પછી તમે તેને વારંવાર કાઢશો નહિ અને હંમેશા પહેરેલી રાખો. કેમ કે વારંવાર વીંટીને આંગળીમાંથી કાઢવાથી તેનો કોઈ પણ લાભ તમને થશે નથી. આ વીંટીને એક વખત પહેર્યા પછી તમે તેને તમારી આંગળીમાંથી ત્યાં સુધી ન કાઢો જ્યાં સુધી તમારા પરથી શનિ, રાહુ અને કેતુની ખરાબ અસર દુર ન થઇ જાય.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *