મૃત વ્યક્તિને પણ જીવિત કરી દે છે આ ચમત્કારિક શિવલિંગ, જાણો તેનું રહસ્ય અને ક્યાં આવેલું છે આ મંદિર

મૃત વ્યક્તિને પણ જીવિત કરી દે છે આ ચમત્કારિક શિવલિંગ, જાણો તેનું રહસ્ય અને ક્યાં આવેલું છે આ મંદિર

આજના યુગમાં માણસે ઘણી પ્રગતિ કરી છે અને ભગવાએ બનાવેલી દરેક વસ્તુનું વિશ્લેષણ પણ કરે છે, પરંતુ તેમ છતાં આજે પણ કોઈને કોઈ જગ્યાએ ભગવાન કરતા વિજ્ઞાન પાછળ છે. ભલે વિજ્ઞાને ખુબ જ પ્રગતિ કરીને મોટી મોટી શોધ કરી હોય, તેમ છતાં આજે પણ અમુક રહસ્યો પર વિજ્ઞાન કઈ કરી શકતું નથી. આજે અમે તમને જે જણાવી રહ્યા છીએ તે જાણ્યા પછી, તમે પણ થોડા સમય માટેવિચારવા લાગશો.

મૃત્યુ પછી જીવંત રહેવાની વાતો આપણે ઘણી વાર કહાનીઓમાં સાંભળી હશે, પરંતુ કોઈ વ્યક્તિ આવીને કહે તો આપણને તેની વાત માં વિશ્વાસ નો કરીએ અને તે વ્યક્તિને પાગલ પણ માનીયે. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં આવું થાય છે.જ્યાં મૃત વ્યક્તિને લેવામાં આવે છે, તેનો આત્મા પાછો શબમાં પ્રવેશ કરે છે. આવું કેમ થાય છે. તેના વિશે ઘણી વખત વિજ્ઞાનીઓ શોધી કરી, પરંતુ તેને કઈ પણ હાથ લાગ્યું નહીં.

આ ગામ, સમુદ્ર સપાટીથી આશરે 1372 મીટરની ઉચાઈ પર આવેલું છે. તે દહેરાદૂનથી 128 કિલોમીટરના અંતરે, લાખામંડળ નામના સ્થાન પર યમુના નદીના કાંઠે બર્નીગાડ નામના સ્થાનથી ફક્ત 4-5 કિલોમીટર ના અંતરે આવેલું છે. કુદરતી સૌંદર્ય અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલા આ સ્થાન પર એક ચમત્કારિક શિવલિંગ છે.

એવી માન્યતા છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિના શરીરને આ શિવલિંગની નજીક લઈ જવામાં આવે છે, ત્યારે તે શરીરની આત્મા ફરીથી તે જ શરીરમાં પ્રવેશ કરે છે. તે અને તે વ્યક્તિ બીજીવાર જીવંત થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ખોદકામ દરમિયાન ઘણાં શિવલિંગો મળ્યા હતા, એક સમયે તે સ્થળે ખોદકામ દરમિયાન ઐતિહાસિક કાળના હજારો શિવલિંગો મળી આવ્યા હતા.

આ સ્થાન વિશે એક વધુ વાત છે. જે ખૂબ જાણીતી છે કે મહાભારત કાળ દરમિયાન પાંડવોને જીવંત અગ્નિમાં ભસ્મ કરવા માટે તેના પિતરાઇ ભાઈ કૌરવોએ અહીં લાક્ષાગૃહ નિર્માણ કરાવ્યું હતું. વળી એક બીજી માન્યતા એવી પણ છે કે યુધિષ્ઠિરે અજ્ઞાતવાસ દરમિયાન પોતે જ આ શિવલિંગની સ્થાપના કરી હતી.

આ શિવલિંગ આજે પણ મહામંડેશ્વર નામથી  ઓળખાય છે. જ્યાં યુધિષ્ઠિરે શિવલિંગ સ્થાપિત કરી હતી, ત્યાં  એક ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. શિવલિંગની સામે જ બે દ્વારપાળ પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા જોવા મળે છે.

એવું માન્યતા છે કે, જો મંદિરમાં કોઈ મૃતદેહને આ દ્વારપાળોની સામે મૂકીને મંદિરના પૂજારી દ્વારા મૃત વ્યક્તિના શવ પર પવિત્ર જળ છાંટવામાં તો તે વ્યક્તિ થોડા સમય માટે જીવંત બને છે. જીવંત થયા પછી તે ભગવાનનું નામ લે છે અને તેને ગંગાજળ આપવામાં આવે છે.

ગંગા જળ ગ્રહણ કરતાં જ તેમનો આત્મા ફરીથી શરીર છોડીને ચાલ્યો જાય છે. પરંતુ આ બાબતનું રહસ્ય શું છે તે આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. આ સાથે, કેટલાક લોકોનું માનવું છે કે જો કોઈ આ મંદિર પાસેથી કોઈ શબને લઈને પસાર થાય છે, તો થોડા સમય માટે તેના શરીરમાં જીવન ફરી પાછું આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *