આ 4 માંથી શુક્રવારે કરી લો કોઈ પણ એક કામ, માતા લક્ષ્મીજી દૂર કરશે પૈસા ની અછત..

આ 4 માંથી શુક્રવારે કરી લો કોઈ પણ એક કામ, માતા લક્ષ્મીજી દૂર કરશે પૈસા ની અછત..

શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મીજી નો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ખાસ કરીને જેમને ઘરે આર્થિક તકલીફ હોય તેમણે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નહી વર્તાય. એટલું જ નહીં, પૈસા કમાવાની નવી તકો પણ ખુલશે. પૈસાની દ્રષ્ટિએ તમારું નસીબ ચમકવા લાગશે. તો ચાલો આપણે આ ઉપાયો પર એક નજર કરીએ.

માતા લક્ષ્મીજી ને લાલ અને સફેદ રંગ ખુબ જ પ્રિય છે. તેથી શુક્રવારે સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીજી ની પૂજા કરવી જોઈએ. આ સાથે શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીજી ની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ દીવા માં એક ચપટી કેસર ઉમેરવાનું ભૂલશો નહીં. માતા લક્ષ્મીજી ની સામે દીવો પ્રગટાવ્યા બાદ તુલસીની સામે પણ એક દીવો પ્રગટાવો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં કાયમી નિવાસ કરશે.

માતા લક્ષ્મીની સાથે ગણેશની પૂજા પણ કરવામાં આવે છે. તેથી શુક્રવારે લક્ષ્મીજી અને ગણેશજી બંનેની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીજી પૂજા કરવાથી ઘનની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગણેશની પૂજા કરવાથી જીવનમાં બાધાઓ અને સમસ્યાઓ દૂર થાય છે.

ગણેશજી અને લક્ષ્મીજી ની પૂજા દરમિયાન ચોક્કસપણે નાળિયેર (શ્રીફળ) નો ઉપયોગ કરો. પૂજા પુરી થયા પછી આ શ્રીફળને ઘરની તિજોરીમાં રાખો. આ પછી તે જ શ્રીફળ રાત્રે કોઈ પણ ગણેશજી ના મંદિરમાં રાખો. તે દરમિયાન ભગવાનને તમારી પૈસાની સમસ્યા દૂર કરવા વિનંતી કરો.

શુક્રવારે માતા લક્ષ્મીજી ની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરી શકાય છે. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો. આ ઉપાય દ્વારા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી બંને પ્રસન્ન થશે અને તમને ઇચ્છિત ફળ આપશે.

શુક્રવારે તમારા હાથમાં લાલ રંગના પાંચ ફૂલો લો. આ પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે તેમને તમારી પૈસા સંબંધિત સમસ્યા જણાવો. હવે માતા લક્ષ્મીજી ને હાથ જોડીને નમન કરો. તેમને તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરો. હવે આ લાલ ફૂલોને ઘરની તિજોરી અથવા કબાટમાં રાખો. તમારા ઘરમાં પૈસા રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *