ઘરે જ બનાવો બાળકો માટે ફૂલેલી અને એકદમ ક્રિસ્પી પાણીપુરી ની પુરી

ઘરે જ બનાવો બાળકો માટે ફૂલેલી અને એકદમ ક્રિસ્પી પાણીપુરી ની પુરી
 • પાણીપુરી એક એવો નાસ્તો છે કે જયારે આપણે બહાર જઇયે તો આપણે તે ખાધા વિના રહેતા નથી. જો તમારે કંઈક મસાલેદાર ખાવું હોઈ તો પાણીપુરી ખાઈ શકો છો. ઘણા લોકો એવા છે કે તે પાણીપુરી નું પાણી તો સરળતા થી બનાવી શકે છે
 •  પરંતુ તેવો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરી બનાવી શકતા નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે ઘરે જ મસ્ત ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરી કઈ રીતે બનાવી શકાય.
 • સામગ્રી
 • 400 ગ્રામ લોટ
 • 100 ગ્રામ રવો
 • 1 ટીસ્પૂન બેકિંગ પાવડર
 • 2 કપ ગરમ પાણી
 • તેલ: ફ્રાય કરવા માટે

 • બનાવવાની રીત
 • સૌથી પહેલા લોટ અને રવો એક મોટા બાઉલમાં લઈ લો. ત્યારબાદ બેકિંગ પાવડર નાખીને મિક્સ કરી લો.
 • પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેને હલાવો.
 • પછી તેને 10-15 મિનિટ માટે ઢાંકી ને મૂકી દયો.
 • 15 મિનિટ પછી, તેને 2 થી 3 મિનિટ સુધી મસળી લો. અને પછી નાના નાના કણક બનાવો.
 • ત્યારબાદ કણક ઉપર થોડું તેલ લગાવો (જેમ તમે રોટલી પર લગાવો છો).
 • ત્યારબાદ કણક લો અને તેને થોડો વની લો અને તેને કટર (અથવા કોઈ નાના ડબ્બાના ઢાંકણ અથવા નાના બાઉલ) વડે કાપી લો.
 • અને બાકીના ભાગ ની કાઢી નાખો. (તેને ફરીથી બીજા કણકમાં ભેળવીશું)

 • જો તમને પુરી ની સાઈઝ મોટી લાગે તો તેને ફરતી તરફ થી થોડીક કાપી ને નાની કરી નાખો.
 • હવે ગેસ પર તેલ ને સંપૂર્ણપણે ગરમ કરો અને તેમાં પુરી ને ઉમેરો.
 • જ્યારે પુરી સંપૂર્ણપણે ગોલ્ડન બ્રાઉન થાય છે ત્યારે તેને બહાર કાઢો.
 • હવે આપણી ફૂલેલી અને ક્રિસ્પી પુરી તૈયાર છે.
 • હવે તમારી પસંદની ચટણી અને પાણી બનાવો અને પાણીની પુરીનો આનંદ લો.
 • અગત્યની સૂચન
 • પુરીમાં ક્યારેય બેકિંગ સોડા નો ઉપયોગ ન કરો.
 • લોટ ને થોડોક ભીનો રાખવો, કારણ કે જ્યારે તમે તેને ખેંચવા માટે છોડો છો, ત્યારે રવો પાણી શોષી લે છે.
 • જો તમારું તેલ સંપૂર્ણપણે ગરમ ન હોય તો પુરી બરાબર ઉકાળશે નહીં.
 • તળતી વખતે, તેલ સંપૂર્ણપણે ગરમ હોવું જોઈએ.
 • મને ખાતરી છે કે તમને આ રેસીપી ગમશે, તમને આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ માં જણાવો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *