‘કહો ના પ્યાર હૈ’,’સિલસિલા’ જેવી ફિલ્મના લેખક સાગર સરહદીનું 88 વર્ષની ઉંમરે નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયું શોકનું વાતાવરણ

‘કહો ના પ્યાર હૈ’,’સિલસિલા’ જેવી ફિલ્મના લેખક સાગર સરહદીનું 88 વર્ષની ઉંમરે નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયું શોકનું વાતાવરણ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ લેખક ગણાતા સાગર સરહદીએ ગઈ રાત્રે દુનિયાને અલવિદા કહ્યું છે. પ્રખ્યાત ફિલ્મોમાં સ્ક્રિપ્ટ લખનારા સાગર સરહદીના દુખદ અવસાન ના સમાચાર મળતા ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

મળતી માહિતી અનુસાર, સાગર સરહદી ઘણા લાંબા સમયથી બીમાર હતા. એવું જાણવા મળ્યું હતું કે, હૃદય સંબધિત તકલીફો થતાં તેમને તાત્કાલિક મુંબઇની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેને સાયન વિસ્તારમાં પોતાના એક ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય છે કે તેણે છેલ્લી ક્ષણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જણાવી દઈએ કે વર્ષ 2018 માં પણ હાર્ટ એટેકને કારણે તેમને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સાગર સરહદી નિધન થતા જેકી શ્રોફ અને જાવેદ અખ્તર જેવા ઘણા કલાકારોએ આ સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે અને સાગર સરહદીને શ્રદ્ધાંજલિ પણ આપી છે.

સાગર સરહદીના અવસાન પછી ફિલ્મ નિર્માતા અશોક પંડિતે લખ્યું છે કે જાણીને ખુબ દુખ થયું છે કે પ્રખ્યાત લેખક-દિગ્દર્શક સાગર સરહદીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે, યશ ચોપરાની ફિલ્મ કભી કભી થી સાગર સરહદી ને મોટું નામ મળ્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાય ગયા હતા. કભી કભી ફિલ્મમાં રાખી, શશી કપૂર અને અમિતાભ બચ્ચન એક સાથે જોવા મળ્યા હતા. આ સિવાય તેણે ફિલ્મ ‘બજાર’ થી દિગ્દર્શક પદની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, તેણે નૂરી, સિલસિલા, ચાંદની, કર્મયોગી, કહો ના પ્યાર હૈ, કરોબાર અને ચૌસર સહિતની ઘણી બધી હિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *