‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ માટે માઠા સમાચાર, ‘ટપ્પુ’ના પિતાનું કોરોનાના કારણે અવસાન..

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ માટે માઠા સમાચાર, ‘ટપ્પુ’ના પિતાનું કોરોનાના કારણે અવસાન..

દેશમાં કોરોના ની બીજી લહેર તેની અસર બતાવી રહી છે. આના લીધે દરરોજ લાખો લોકો સંક્રમણ થાય છે અને હજારો લોકોને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. મનોરંજનની દુનિયાથી પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. માહિતી અનુસાર લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ માં ‘ ટપ્પુ ‘ની ભૂમિકા ભજવીને ખુબ જ પ્રખ્યાત થનાર અભિનેતા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે નિધન થયું છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

અહેવાલો અનુસાર, અભિનેતા ભવ્ય ગાંધીના પિતા લગભગ 10 દિવસથી મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા અને અંતે 11 મેની રાત્રે તેમનું અવસાન થયું હતું. અભિનેતાના પિતાના મૃત્યુના સમાચાર તેના પરિવાર સાથે સાથે તેમના ચાહકોને આચકો લાગ્યો છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક વ્યક્તિ ભવ્ય પરિવારને દિલાસો આપી રહ્યો છે.

તમને અહીં જણાવી દઇએ કે, ભવ્ય ગાંધીએ 4 વર્ષ પહેલા 2017 માં ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યો હતો. તે શોમાં જેઠાલાલ અને દયા બેન નો પુત્ર તપ્પુ ની ભૂમિકા ભજવી રહ્યો હતો. ભવ્ય ગાંધીએ વર્ષ 2008 માં આ શોમાં ભાગ લીધો હતો અને લગભગ 9 વર્ષ સુધી આ શો નો એક ભાગ હતો. તેણે શોમાં પોતાના પ્રબળ અભિનયને કારણે દરેક ઘરમાં એક છાપ બનાવી અને તપ્પુના નામથી ખૂબ મશહૂર થયો હતો.

વિનોદ ગાંધીના અવસાન પછી, તેમના પરિવાર માં હવે તેમની પત્ની યશોદા ગાંધી અને બે પુત્રો, નિશ્ચિત ગાંધી અને ભવ્ય ગાંધી છે. અહેવાલો અનુસાર ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ના ગોગી ભવ્ય ગાંધીની કાકીનો દીકરો છે. તાજેતરમાં, સમય શાહની બહેનનાં લગ્ન 9 મેના રોજ થયાં હતાં. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય ગાંધી વર્ચ્યુઅલ રીતે આ સમારોહોમાં જોડાયા હતા.

20 જૂન 1997 ના રોજ મુંબઇમાં જન્મેલા ભવ્ય ગાંધી એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તે તેના પરિવાર સાથે મુંબઇમાં રહે છે. ભવ્ય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ ઓફીસીઅલ એકાઉન્ટ પર પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

અત્યારે ભવ્ય ગાંધીના પિતા હવે આ દુનિયામાં નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અભિનેતાના પરિવારને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *